Title :
Unique celebration of Ambedkar Jayanti with social revolution in Chobari || ચોબારીમા સામાજિક ક્રાંતિ સાથે આંબેડકર જયંતિની અનોખી ઉજવણી |
---|
News Contant :
ભચાઉ તાલુકાના ચોબારી ખાતે આંબેડકર જયંતિ ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.ચોબારી ના રમેશભાઈ દુદાભાઈ મકવાણા કે જેઓ એડવોકેટ છે.15 દિવસ પહેલા જ્યારે પોતાની સગાઈ ની તારીખ નક્કી કરવાની હતી ત્યારે તેમણે અને તેમના સસરા પક્ષ વાળાઓએ સહમતિથી આંબેડકર જન્મ જયંતી ની તારીખ નક્કી કરી હતી ગામના જાગૃત સાહિત્યકાર રામજી મેરીયાએ આ બંને પરિવારોને અભિનંદન આપ્યા અને આજના દિવસે સામાજિક ક્રાંતિ માટે એડવોકેટ રમેશભાઈને સૂચન કર્યું કે આપણે આંબેડકર જયંતીની ઉજવણી અહીં જ કરીએ એડવોકેટ રમેશભાઈ એ વાતને વધાવી લીધી અને બાબા સાહેબની પ્રતિમા મૂકીએ તેમને ફૂલહાર કરી સમગ્ર કચ્છમાંથી જે રીતે મહેમાનો સગા સંબંધી ઓ આવ્યા હતા સૌ એકત્ર થયા અને આજની આ દલિતોની દિવાળીની ઉજવણી સામાજિક પ્રસંગ સાથે વણાઈ ગઈ એટલું જ નહીં અહીંથી વર્ષો જૂની રૂઢિ ને તિલાંજલી આપવામાં આવી. સમાજમાં એવી માન્યતા છે કે વિધવા માતા પોતાના પુત્રને વધાવી ના શકે પરંતુ આ સમયે આ અંધશ્રદ્ધાને ત્યજવા માટે રામજીભાઈ મેરીયાએ રમેશભાઈ ના માતા સોનીબેન ને વિનંતી કરતા તેમણે સમાજની વચ્ચે જ એડવોકેટ રમેશભાઈ ને ચાંદલો કરી એમના વધામણા કર્યા હતા અને બાબા સાહેબના જન્મદિનને નવી ક્રાંતિ કરી સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું હતું રમેશભાઈના પિતા દુધાભાઈ જેઠાભાઇ અત્યારે હયાત નથી ત્યારે માતાની જવાબદારી વધી જાય છે. ચોબારી ખાતેના સામાજિક પ્રસંગ સાથે યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં.સમાજ માં વ્યાપેલ અંધશ્રદ્ધા અને કુરિવાજને ઉખેડી નાખવામાં આવીહતી.અને સામાજિક ક્રાંતિ ના મંડાણથયા હતા,ચોબારી ગામમાંથી આજે બાબા સાહેબ ની જન્મ જયંતી વિશેષ રીતે મનાવીને મહા માનવને સાચી શ્રદ્ધાંજલિ અને કુપ્રથાને તિલાજલી આપવામાં આવી હતી આ પ્રસંગે સાહિત્યકાર રામજીભાઈ મેરીયા એ ઉપસ્થિત સૌને બાબાસાહેબ ના જીવન કવન વિશે અવગત કરાવ્યા હતા અને સામાજિક બદલાવ માટે અપીલ કરી હતી. તથા ચોબારી ના શિક્ષક નાગજીભાઈ પરમાર, મોહનભાઈ મેરીયા, એડવોકેટ દિલીપભાઈ મેરીયા અને મોહનભાઈ શામળિયાએ બાબા સાહેબ ના જીવન કવન ની વાત કરી સામાજિક ક્રાંતિ લાવવા માટે આ સમયે સમાજને તાતી જરૂર છે ત્યારે આ પરિવારને અભિનંદન આપ્યા હતા.પધારેલ સૌને માટે સામુહિક ભોજન નું આયોજન કરાયું હતું.ખૂબ જ ઉત્સાહ અને આનંદ ભેર સામાજિક પ્રસંગની સાથે મહામાનવ ની જન્મ જયંતી ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. Author : pravin meriya |