રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળની યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાશે
સુશાસનના સંકલ્પ સાથે જનકલ્યાણના સેવાયજ્ઞ માટે સમર્પિત ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ તેમજ સંલગ્ન નિગમોની યોજનાઓના લાભાર્થીઓને ભુજ ખાતે તા. ૬ ડિસેમ્બરના લોન/સહાય વિતરણ કરાશે. કચ્છ –સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાઓમાં યોજાનારા આ કાર્યક્રમના અધ્યક્ષ સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા રહેશે. ભુજ ટાઉનહોલ ખાતે સવારે ૧૧ કલાકે યોજનારા કાર્યક્રમમાં અતિથિ વિશેષપદે અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતાના રાજયકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર, ભુજ પાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા ઉપસ્થિતિ રહેશે. જયારે સાંસદશ્રી વિનોદ ચાવડા, ધારાસભ્ય સર્વશ્રી પ્રધ્યુમ્નસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, કેશુભાઇ પટેલ, ત્રિકમભાઇ છાંગા તથા અનિરુધ્ધભાઇ દવેની વિશેષ ઉપસ્થિત રહેશે.