Title :
A representation was made to the Deputy Collector of Bhachau by the Bharatiya Kisan Sangh Bhachau Taluka regarding the shortage of DAP fertilizer and adequate compensation to the farmers in the electricity tower line || ડીએપી ખાતર ની અછત સહિત વીજ ટાવર લાઇન માં ખેડૂતોને પૂરતું વળતર આપવા બાબતે ભારતીય કિસાન સંઘ ભચાઉ તાલુકા દ્વારા નાયબ કલેક્ટર ભચાઉને રજુઆત કરવામાં આવી || |
---|
News Contant :
વર્તમાનમાં કપાસ, મગફળી અને દાડમ જેવા પાકોની વાવણીની સિઝન ચાલુ છે અને ચોમાસું અન્ય પાકોના વાવેતર માટે સરકાર દ્વારા નર્મદા નહેરનું પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ વર્તમાન ભચાઉ તાલુકામાં ક્યાય સરકારી ડેપો પર ડીએપી ખાતર ઉપલબ્ધ નથી.માંડ ક્યાંક એક ગાડી આવે તો ત્યાં દૂર ગામડાના ખેડૂતો પહોંચે તે પહેલા વિતરણ થઈ જાય છે, માટે ખોટા ધકા અને સમય બગડે છે, તથા પાકની વાવણી પર અસર પડે છે. એ બાબતે ભારતીય કિસાન સંઘ ભચાઉ તાલુકા દ્વારા નાયબ કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.\r\n\r\nવર્તમાન બે મહિના માટે ભચાઉ તાલુકાની 2000ટનની ડિમાન્ડ સામે માત્ર 265ટન ડીએપી આપીને તંત્ર દ્વારા ખરેખર ખેડૂતોની મજાક કરવામાં આવી છે.વિધાનસભામાં બે બે વખત કૃષિમાત્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં ખાતર બનાવતી કંપનીઓ જાણે સરકારનું કંઇ માનતી જ ના હોય તેમ હજુ પણ રાસાયણિક ખાતરો સાથે બીજા અન્ય ખાતરો કે નેનો બોટલો ફરજિયાત આપવામાં આવે છે. તેનું પણ યોગ્ય નિરાકરણ આવવું જોઈએ.ગત ૩વર્ષથી શિયાળુ સીઝનમાં આ વિસ્તરમાં આ ડીએપી અને યુરિયા બંને ખાતરોની મોટી અછત રહી છે, જેનો ભોગ ખેડૂતો બને છે.\r\n\r\nઆ વિસ્તારમાં યુરિયા કંપનીઓ જતુ પણ પકડાયું છે અને નકલી ડીએપી પણ ગત વર્ષોમાં પકડાયું છે, ત્યારે તંત્ર આ બાબતે શું કાર્યવાહી કરી રહ્યું છે, એ એક મોટો પ્રશ્ન છે.આવનારી ચોમાસુ, શિયાળુ સીઝનમાં આવી પરિસ્થિતિ ઊભી ના થાય, ખેડૂતોએ ખેતર છોડીને આંદોલનના માર્ગે ન આવવું પડે એ માટે અત્યારથી આગોતરું આયોજન થાય, સબંધિત તંત્ર સાથે આપની અધ્યક્ષતામાં તેની દર મહિનાની 30તરીખે રિવ્યૂ મીટીંગ થાય અને એમાં ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિને હાજર રાખવામાં આવે એવી માંગણી કરવામાં આવી.\r\n\r\nવર્તમાન સમયમાં ભચાઉ તાલુકાના ઘણા ગામડાઓના ખેડૂતોની જમીનમાંથી મોટી વીજ લાઇનો પસાર થઈ રહી છે, જેમાં ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર યોગ્ય વળતર આપ્યા વગર લાઇનો કાઢીને ખેડૂતોને પોલીસ તંત્ર સાથે રાખીને ધમકીઓ આપીને કામ કરવામાં આવી રહ્યું છે, જે એકદમ યોગ્ય નથી, ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે પછી જ લાઇનનું કામ કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી. આવનાર 5દિવસમાં ભચાઉ તાલુકામાં પૂરતો ડીએપી ખાતરનો જથ્થો મળી રહે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરાવવા જાણ કરવામાં આવી.\r\n\r\nત્યાર બાદ PGVCL ના નવા પધારેલા કાર્યપાલક ઇજનેર શ્રી ને મળવાનું થયું અને વિવિધ ખેડૂતોની પ્રશ્નો બાબતે રજુઆત કરવામાં આવી...આ વેળા એ ભારતીય કિસાન સંઘ ભચાઉ તાલુકા પ્રમુખ શ્રી દેવજીભાઈ છાંગા, જિલા ઉપપ્રમુખ શ્રી ભચાભાઈ માતા, ડાયાભાઇ ચાવડા, મોહનભાઈ પટેલ, ભીમજી ભાઈ અંબાવી, વશરામભાઈ ઢીલા, ગોપાલભાઈ આહીર સહિત તાલુકાભરના ખેડૂતો હાજર રહ્યા હતા. ✍️ પ્રવિણભાઇ મેરિયા ભચાઉ. Author : pravin meriya |