Title :
President Draupadi Murmuji received a warm welcome at Dholavira Helipad || રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનું ધોળાવીરા હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત || |
---|
News Contant :
કચ્છના પ્રવાસે આવેલા ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી આજે બીજા દિવસે સવારે ધોળાવીરા હેલિપેડ ખાતે પધાર્યાં, ત્યારે પ્રાચીન માનવ સભ્યતાની સાક્ષી એવી આ ધરા પર તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રપતિશ્રીનું આ તકે ઉપસ્થિત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, કચ્છના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર તથા ધોળાવીરા ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઝીલુભા સોઢાએ સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિશ્રી આ મુલાકાત દરમિયાન પ્રાચીન માનવ સભ્યતાના ઇતિહાસની ધરોહર એવી ધોળાવીરા વર્લ્ડ હેરિજેટ સાઇટની મુલાકાત લેશે. Author : pravin meriya |