Title :
|| World Wildlife Day was celebrated at Maria Nature Zone Chobari || મેરિયા નેચર ઝોન ચોબારી ખાતે વિશ્વ વન્યજીવન દિવસની ઉજવણી કરવામાં આવી || |
---|
News Contant :
આજરોજ વિશ્વ વન્યજીવ દિવસ નિમીતે ભચાઉ નોર્મલ રેન્જના ઈન્ચાર્જ RFO શ્રી એસ.બી.જેઠા સાહેબના માર્ગદર્શન હેઠળ ચોબારી રાઉન્ડના રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શ્રી આર.વિ.મેરીયા સાહેબ તથા વનરક્ષક શ્રી આર.એ.સુથાર દ્વારા મેરીયા નેચર ઝોન ચોબારી ખાતે વિશ્વ વન્યજીવ દિવસ ની ઉજવણી કરવામાં આવી.જેમાં મોટી સંખ્યામાં શાળાની વિધ્યાર્થીનીઓ તથા શિક્ષકો જોડાયા હતા. રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શ્રી આર.વિ.મેરીયા સાહેબ તથા પ્રકૃતિપ્રેમી રામજીભાઈ મેરીયા દ્રારા વિધ્યાર્થીનીઓને વન્યજીવોને લગત વિવિધ માહિતી આપવામાં આવી.કાર્યક્રમ દરમ્યાન રેલી કાઢી વિવિધ પક્ષીઓ બતાવી તેના વિષે માહિતી આપવામાં આવી.કાર્યક્રમને લગત ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં પ્રથમ 1,2,3 નંબર મેળવનાર વિદ્યાર્થીનીઓને વન વિભાગ તરફથી પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવેલ. ત્યારબાદ તમામ સાથે નાસ્તો/ભોજન લઇ કાર્યક્રમ પુર્ણ કરેલ.કાર્યક્રમનું સંચાલન રામજીભાઈ મેરીયા દ્વારા કરવામાં આવેલ. Author : pravin meriya |