Title :
કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગ:ભચાઉમાં 17 બેઠકોમાં ભાજપ બિનહરીફ જાહેર થતાં 11 બેઠકો માટે, રાપરમાં 26 બેઠકો માટે મતદાન યોજાશે |
---|
News Contant :
કચ્છના ભચાઉ અને રાપરમાં બે વર્ષ બાદ નગરપાલિકાની યોજાઈ રહેલી ચૂંટણીમાં ગઈકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી અને હવે રાપર નગરપાલિકા અને ભચાઉ નગરપાલિકાના 7- 7 વોર્ડના કુલ 56 બેઠકો પાટે કેટલા ઉમેદવારો મેદાનમાં છે તે ચિત્ર સ્પષ્ટ થયું છે.જેમાં રાપર નગરપાલિકામાં 28 બેઠકો પૈકી 1 બેઠક બિનહરીફ થતા 27 બેઠકો માટે 63 ઉમેદવારો મેદાનમાં છે. તો ભચાઉ નગરપાલિકામાં 28 બેઠકો પૈકી 17 બેઠક બિનહરીફ થતા 15 ઉમેદવારો મેદાનમાં છે.રાપર નગરપાલિકામાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના વધુ બે ઉમેદવારે ફોર્મ પાછા ખેંચતા હવે રાપર નગરપાલિકાના ચૂંટણી માટે 63 જેટલા ઉમેદવારો મેદાનમાં છે.કોંગ્રેસના વોર્ડ નંબર 4ના ઉમેદવાર યશકુમાર ભાનુશંકર રાજગોર અને વોર્ડ નંબર 7ના હિતેશભાઈ દેશરભાઈ સંઘારએ પોતાની દાવેદારી પાછી ખેંચતાં રાપર નગરપાલિકાનો ચૂંટણી જંગ હવે 63 ઉમેદવાર વચ્ચે રહેશે. Author : pravin meriya |