Title :
|| ગુજરાત સરકાર ના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્મિત ગાંધીધામ ખાતે ઓસ્લો બ્રિજ નું આજ રોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો || |
---|
News Contant :
ગુજરાત સરકાર ના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્મિત ગાંધીધામ ખાતે ઓસ્લો બ્રિજ નું આજ રોજ લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યું છે જેના પાછળ કોંગ્રેસ નું આંદોલન કારણભૂત હોવાનું સહુ કોઈ જાણે છે.આ બ્રિજ ના કારણે ગાંધીધામ ની જનતા ત્રાહિમામ પોકારી ગઇ હતી, બ્રિજ તૈયાર થઈ ગયા બાદ પણ ભાજપ ના સંગઠન દ્વારા યેનકેન પ્રકારે ઉદઘાટન માટે બહાના બાજી કરવામાં આવી હતી એટલે નાછુટકે કોંગ્રેસ દ્વારા ૧૩ જુન ના દિવસે આ બ્રિજ નું નારિયળ ફોડી ને લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પરંતુ ત્યાર બાદ તંત્ર દ્વારા ફરી થી આ બ્રિજ બંધ કરી નાખ્યું હતું.પરંતુ આ ઘટના ના પ્રત્યાઘાત પડ્યા હોય તેમ આજ રોજ અચાનક આ બ્રિજ નું લોકાર્પણ નું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું, જેમાં નિમંત્રણ ભાજપ દ્વારા પાઠવવામાં આવ્યું હતું ક્યાંય પણ માર્ગ અને મકાન વિભાગ નું નામ સુદ્ધા હતું નહીં, જાણે આ કાર્યક્રમ ભાજપ નું હોય! કોંગ્રેસ દ્વારા ખુશી વ્યક્ત કરી ને મિઠાઈ ખવડાવી ને લોકો ને મીઠું મોઢું કરાવી ને આનંદ વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમ માં કોંગ્રેસ ના આગેવાન શૈલેન્દ્ર સિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ યજુ વેન્દ્ર સિંહ જાડેજા, ભરત ગુપ્તા, ભરત સોલંકી, દેવેન્દ્ર સિંહ ઝાલા, ચેતન જોશી, બળદેવ સિંહ ઝાલા, અલ્પેશ ઝરૂ,માલશી પરમાર, પરબત રબારી, શબ્બીર કુરેશી, અનવર પઠાણ, વાલજી મહેશ્વરી, પ્રતિક સેંઘલ, અરુણ હરાણી,મહેશ કેવલ રામાની, રેખા બેન કેવલ રામાની,મનીષ ભાટીયા, જુમા બેન મહેશ્વરી, ધનજી મહેશ્વરી,વિષ્ણુ કૃપલાણી, લાલજી સથવારા, પ્રકાશ મારાજ, ઉર્મિલા મારાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા Author : PRAVIN MERIYA |