Title :
દેશની સુરક્ષાના હિતમાં સરકારની મોટી કાર્યવાહી, 28,000થી વધુ સોશિયલ મીડિયા URL બ્લોક કર્યા |
---|
News Contant :
રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને સરકારે આ નિર્ણય કર્યો છે.દૂર કરાયેલી મોટાભાગનું કન્ટેન્ટમાં ખાલિસ્તાન તરફી અલગતાવાદી ચળવળો, અભદ્ર ભાષા અને ભારતની સાર્વભૌમત્વને જોખમમાં મૂકતું કન્ટેન્ટ સામેલ હતું.આ કાર્યવાહી ભારતના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69A હેઠળ કરવામાં આવી હતી, જે સરકારને રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા માટે જોખમ ઊભું કરતા કન્ટેન્ટને બ્લોક કરવાની સત્તા આપે છે. ફેસબુક, યુટુબ, ઈન્સ્ટાગ્રામના URL બ્લોક કર્યા, બ્લોક કરવામાં આવેલા મોટાભાગના URL ફેસબુક અને એક્સ (પહેલા ટ્વીટર) પર હતા.આ બંને પ્લેટફોર્મમાં લગભગ 10,000થી વધુ URL હટાવાયાં.આ ઉપરાંત, યુટુબ, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર પણ અનેક એકાઉન્ટ અને URLને હટાવવામાં આવ્યાં.જેમાં ઈન્સ્ટાગ્રામાં બ્લોક કરવામાં આવેલા URLની સંખ્યામાં ઘણો વધારો થયો છે. જેમાં 2022માં 355 URL બ્લોક કર્યા હતા.જ્યારે 2024માં આ સંખ્યામાં વધારો થઈને 1000થી વધુ થઈ.જ્યારે વોટ્સએપના 138 એકાઉન્ટને બ્લોક કરવામાં આવ્યાં હતા.આ સાથે યુટુબના 540 અને ટેલીગ્રામના 225 URL બ્લોક કર્યા. Author : Pravin Meriya |