Title :
અમે કચ્છ ના ગૌરવ અને સન્માનને સહાય કરી છે’’- કંડલા પોર્ટ ના અધ્યક્ષ સુશીલ શીંઘ |
---|
News Contant :
પાવર લીફટીંગમાં તાજેતરમાં મોસ્કોખાતે વિશ્વા ચમ્પિયન બનનારા પિતા પુત્ર, પચાસ વર્ષીય નીખીલ મહેશ્વરી અને ૨૦ વર્ષીય વત્સલ નું સોમવારે કંડલા પોર્ટ અર્થાત દિનદયાળ પોર્ટ ઔથોરીતા ના અધ્યક્ષ સુશીલ કુમાર શીંઘ એ તેમના પોર્ટ વતી પોર્ટના ઉચ્ચ અધિકારી ઓ ની હાજરીમાં બંને નું ખાસ સન્માન કર્યું હતું અને જણવ્યું હતું કે તેમની સંસ્થા વિધિસર જાહેર માં સન્માન ગોધાવશે . મોસ્કો વિશ્વ સ્પર્ધા માટે ટૂંકી નોટિસે બંને ને સ્પોન્સર કરનાર તેમના પોર્ટ અંગે બોલતા તેમને જણાવ્યું હતું કે તેમની મદદ અને તે પછીનું પિતા-પુત્ર નું સન્માન એ હકીકત માં કચ્છ ના ગૌરવનું સંમ્નાન છે કારણકે બંને ની સિદ્ધી અનન્ય છે અને વળી તેઓ બંને અમારા ભૂતપૂર્વ અધિકારી અને પત્રકાર ધરમસી મહેશ્વરી પિતા અને પુત્ર છે.તેમને કહ્યું કે એકજ કુટુંબ ના બે સભ્યો એક સાથે કોઈ પણ રમતગમત માં વિશ્વ વિજેતા બને તેવો અપના દેશ માં સંભવતઃ પ્રથમ બનાવ છે. તેમને વિશેષ જાહેર સન્માન ની ઘોષણા અંગે જણાવ્યું હતું કે આ દ્વારા કચ્છના રમતવીરોને પ્રેરણા મળશે અને તેઓ પણ ઉચ્ચ ધ્યાય રાખશે.તેમણે વધુ માં જણાવ્યું હતું કે કંડલા આખા કચ્છ નો ભાગ હોવાથી તેમની સંસ્થાનું અભિગમ હવે પછી સમગ્ર કચ્છ લક્ષી રહેશે.જોગાનું જોગ સોમવારે બોર્ડ ની બેઠક પણ હતી અને આ બંને ને બોર્ડના સભ્યો પણ સન્માનિત કરે તેવું નકી કર્યું હતું પણ ગાંધીધામ ભુજ ના ખરાબ રસ્તા અને રસ્તા માં વાહન માં તકનીકી તકલીફ ઉભી થતા પિતા પુત્ર બોર્ડ ની બેઠા પૂરી થયા પછી પહોંચતા, અધ્યક્ષે તેમને પોર્ટ ના સચિવ હરીચંદ્રાન અને ઉપસચિવ યોગેશ કુમાર સીંઘ બંને નું સન્માન કર્યું હતું Author : pravin meriya |